નેબ્યુલાઇઝ્ડ મીથિલીન બ્લુ અને કોરોના

Dr Deepak Golwalkar
6 min readMar 16, 2021

--

શુદ્ધ મીથિલીન બ્લુ ( pure Methylene Blue )

મીથિલીન બ્લુ શું છે?

મીથિલીન બ્લુ 140 વર્ષ પહેલા વિકસિત એક કેમિકલ છે જેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તે દવા તરિકે પણ વાપરવા માં આવે છે. મલેરિયા માટે પણ જ્યારે બીજી દવા ન હતી ત્યારે એનો ઉપયોગ થતો હતો. તે ફાલશિપરિમ મેલેરિયા માટેની સૌથી પહેલી દવા છે.

તેનો વાપર બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન આર્મી દૃવારા ખૂબજ કરવામાં આવ્યો હતો. મીથિલીન બ્લુ જંતુઓનો નાશ કરે છે. મેથહીમોગ્લોબિનઇયા — આ રોગ માટે એ આજ પણ અકસીર લાઇફ સેવિંગ દવા છે. આજે તેનો ઉપયોગ અનેક diagnostic પ્રક્રિયાઓમાં કરવામાં આવે છે.

મીથિલીન બ્લુ કોરોના રોગ માં કેવી રીતે કામ કરે છે ?

કોરોના રોગ માં મીથિલીન બ્લુનો ઉપયોગ અનેક સ્ટેજમાં થાય છે.

  • જ્યારે કોરોનાના જંતુ ગળામાં હોય ત્યારે મીથિલીન બ્લુ જંતુઓનો નાક-ગળામાજ નાશ કરી નાખે છે. એ રીતે એનો ઉપયોગ કોરોનાના પ્રિવેન્શન માટે થાય છે. રોજ મીથિલીન બ્લુ લેવાથી કોરોના થવાની શક્યતા બહુ ઓછી થઇ જાય છે.
  • જો કોઈ દર્દીને કોરોના હોય, તો મીથિલીન બ્લુ નેબ્યુલાઇઝર લેવાથી મીથિલીન બ્લુના સૂક્ષ્મ કણ ફેફસામાં જાય છે. ત્યાં પણ કોરોનાના જંતુઓનો નાશ કરે છે.

એમાં સામાન્ય નાસ અને નેબ્યુલાઇઝર નો ફરક જાણવો જરૂરી છે. સામાન્ય નાસની વરાળ મા મીથિલીન બ્લુ વરાળ રુપમાં હોતા નથી. પરંતુ નેબ્યુલાઇઝર પદ્ધતિમાં મીથિલીન બ્લુ ના કણોનુ સૂક્ષ્મ રૂપમાં પરિવર્તન થાય છે. જે ફેફસાના ઝીણામાં ઝીણી નળીઓ સુધી પહોંચે છે.

  • મીથિલીન બ્લુ પ્રવાહીઓનું આલ્કલી માં પરિવર્તન કરે છે. કોરોના વાયરસ આલ્કલી મા વધી શકતો નથી. કોરોના નું સૌથી વધુ વાયરલ લોડ નાક કાન ગળા માં હોય છે. મીથિલીન બ્લુ નેબ્યુલાઇજેશન થી વાયરસનો નાશ થાય છે. એટલે વાયરસ નો જથ્થો (વાયરલ લોડ) ઘટી જાય છે.
  • કોરોનાનું સૌથી ખતરનાક પાસુ એટલે સાયટોકાઈન સ્ટોર્મ. કોરોના વાયરસ લોહીમાથી શ્વેત કણ નષ્ટ કરે છે. એ શ્વેત કણો માંથી જહરીલું તત્વ નીકાળે છે જે ફેફસાની નળીયોને રૂદ્યી નાખે છે. એટલે લોહીમાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે જેને હાયપોક્સિયા કહેવાય છે. મીથિલીન બ્લુ સાઇટોકાઇન સ્ટોર્મ અટકાવે છે.

મીથિલીન બ્લુથી કરોના ને જો ઇલાજ કરવો હોય તો વહેલી તકે શરૂ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે, કારણકે આ દવાની અસર થતા 48 કલાકનો સમયગાળો જરૂરી છે. મેં મારી ઓપીડીમાં બે હજારથી વધુ કરોનાના દર્દીઓની સારવાર કરી છે. જો દર્દી ૯૦ ટકા કે તેથી વધુ ઓક્સીજનની સાથે આવે તો આ ઈલાજ ઘરે રહીને શક્ય છે. 90 ટકાથી ઓક્સિજન ઘટી જાય તો દવાખાનામાં ગમે ત્યારે દાખલ થવું પડે અને ઘરે સારવાર જોખમી બની જાય છે. એની સાથે જ પરિણામ પણ ખૂબ ખરાબ આવી શકે છે.

એટલે હું ફરીથી કહું છું કે કોરોના ના દર્દીઓએ શક્ય એટલી વહેલી સારવાર શરુ કરવી જોઈએ. કોરોનની શંકા હોય, પણ રિપોર્ટ આવવાનું હાજી બાકી હોય, એ સ્ટેજ માં જો મીથિલીન બ્લુ નેબ્યુલાઇઝર શરુ થઇ જાય તો કોરોનને માત કરવાનું સહેલું થાય છે.

ડાયાબિટીસ વાળા કોરોના પોઝિટિવએ દર્દીએ મીથિલીન બ્લુ લેવાય?

મારા અંદાજે અત્યાર સુધી મારા ૨૦ ટકા કોરોનાના દર્દીઓ ડાયાબિટીસના દર્દીઓ હતા. ડાયાબિટીસના દર્દીઓને જો કોરોના ની અસર વર્તાય તો ઇન્સ્યુલિન ઇંજેકશન જરૂરી બની જાય છે. ઇન્સ્યુલિન થી ડાયાબિટીસ કાબૂમાં હોય તો કોરોનાની માત કરી શકાય છે. મેથીલીન બ્લુ નિયમિત લેતા હોય (પ્રોફઇલેક્સિસ તરિકે) એવા ડાયાબિટીસ ના દર્દીઓને કોઈક વાર કોરોના થવાની શક્યતા છે. પણ એનું પ્રમાણ ખુબજ હળવું હોય છે. અને સામાન્ય ફ્લૂ જેવાજ લક્ષણ જણાય છે. અને એમનું પ્રમાણ ખૂબ જ હળવું રહે છે.

કોરોના થયા પછી મીથિલીન બ્લુ શું મદદ કરે ?

જયારે કોરોના ના રિર્પોટ કોરોના નેગેટિવ થઈ જાય એમાંના ઘણા દર્દીઓના ફેફ્સામાં પુષ્કળ હાની જોવા મળે છે. એને પોસ્ટ-કોરોના ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે. એમાં ઘણા દર્દીઓની ફેફસાની ક્ષમતા 50% જેટલી ઘટી જાય છે જે મેથીલીન બ્લુ લેવાથી ૨ થી ૩ મહિનામાં ફેફસાની ક્ષમતા ૯૦ % સુધી પહોંચી જાય છે.

આ સિવાય મેથીલીન બ્લુ ના ઘણા ઉપયોગો છે. મેથહેમોગ્લોબીનીમા માટે મેથીલીન બ્લુ ના ઇન્જેક્સાન અક્સીર ઉપાય છે.

તમે મીથિલીન બ્લુ ના આવા ઉપયોગની શોધ કયી રીતે કરી ?

આ રહી કોરોના ની વાત; હું આ દવા ૧૩ વર્ષથી ટીબીના દર્દીઓ માટે પણ વાપરુ છુ. જે ટી.બી.ના દર્દીઓ એમ.ડી.આર.ની કક્ષા માં પહોંચી ગયા હોય જ્યાં ઘણી દવા કામ કરવાનુ બંધ કરી દે છે, એવા દર્દીઓમાં આ દવા ટીબી ની દવા ની સાથે સાથે આપવાથી સારા પરિણામ જોવા મળે છે. એ મીથિલીન બ્લુ ના આભારે છે.

મને સૌથી વધુ પૂછવામાં આવે છે કે આ દવા નો આવો ઉપયોગ તમે કેવી રીતે શોધ્યો? ભારત જેવા દેશ માં જ્યાં ગરીબ લોકોની સંખ્યા ખૂબ પ્રમાણ માં છે અને મોંઘી દવાનો ખર્ચો પોસાતો નથી ત્યાં સસ્તા અને એફએકટીવ દવા અને ઉપચાર હૂં કરતો રહું છું. ટી બી એક ગરીબ દેશ ની બીમારી તરિકે કહેવામાં આવે છે. મેં ઉપર કહ્યા મુજબ ટીબી માટે આ દવા હું 13 વર્ષથી વાપરું છું. ટીબીમાં જ્યારે ફેફસામાં કાણા પડી જાય ત્યારે એ નિદાન માટે મીથિલીન બ્લુ નો ઉપયોગ અમારા મેડિકલ પૂસ્તકો મા છે. મેથીલીન બ્લુ ઇન્જેકશન વડે છાતીમાં નાખવામાં આવે છે. જો દર્દીનો કફ ભૂરો થાય તો ફેફસામાં કાણું પડી ગયેલું છે(બ્રોન્કો પ્લુરલ ફિસ્ટુલા ) એવું સમજવામાં આવે છે.

હું એ ઉપયોગ હંમેશા મારા દર્દીઓ ઉપર કરતો હતો. મારા ધ્યાન માં આવ્યું કે જે દર્દીઓને આ નિદાન માટે મીથિલીન બ્લુ વાપર્યો હોય એ દર્દીઓના ટીબીના રોગમાં ધાર્યા કરતાં સારા પરિણામ જોવા મળે છે. અમે એને ‘અકસિડેન્ટલ ફાઈન્ડિગ’ કહીએ છીએ. એટલે જે ટીબીના દર્દીઓને ટીબી ની દવા થી યોગ્ય પરિણામ ન મળતા હોય એમને ટીબી ની દવાની સાથે સાથે મીથિલીન બ્લુ આપવાની શરૂઆત કરી. એમાં મને ખૂબ સારા પરિણામ મળ્યા. એવા ઘણા બધા દર્દીઓ ની ફાઈલ મારી પાસે આજે તૈયાર છે.

ટીબી માં સારા પરિણામ તો મળ્યા જ પરંતુ સાથે સાથે મારા ધ્યાન માં આવ્યું કે ટીબી મટી ગયા પછી ફેફસાંમાં જે ફાઇબ્રોસિસ દેખાય છે, એનું પ્રમાણ પણ મીથિલીન બ્લુ દવાને લીધે ખૂબ ઓછો થઈ જાય છે. આ ઉપરથી મીથિલીન બ્લુની એન્ટિફાઇબ્રોટીક એક્ટિવિટી ના ઉપયોગ મને ખ્યાલમા આવ્યો, અને ઘણાં ILD(ઇન્ટરસ્ટીશિયલ લંગ ડિસિજ) દર્દીઓમાં મેં આ દવા વાપરવાનું શરૂ કર્યું. અને મને ખૂબ સારા પરિણામ જોવા મળ્યા.

કરોના કહેર માં મને આ દવાથી એટલી સફળતા મળી એની પાછળ મારો 13 વર્ષનો મીથિલીન બ્લુનો અનુભવ કામ લાગ્યો. કોરોના આ રોગ નવો છે. ડોક્ટરોને પણ એ રોગ સમજતા વાર લાગે છે. મારા અનુભવના આધારે મીથિલીન બ્લુનો ઉપયોગ શરૂ કર્યો, એની ઉપર પુષ્કળ વાંચન કર્યું. અલગ અલગ દેશોમાં કોરોના અને મીથિલીન બ્લુમાં જે રિસર્ચ થાય છે એનું વાંચન કરું છું. આપણા દેશમાં જ્યા ગરીબીનું પ્રમાણ ઘણું છે ત્યા આ સસ્તી અને સારી દવાના ઉપયોગથી આપણા દેશનો કરોડો રૃપિયાનું વિદેશી હૂંડિયામણ બચી શકે છે.

આ દવાની કોઈ આડ અસર?

આ દવા ૧૪૦ વર્ષથી ઉપયોગમાં છે પરંતુ g6pd દર્દીઓ, સગર્ભા તથા ધાવણું બાળક હોય એવી મહિલાઓ એ આ દવા લેવી નહીં. માનસિક દવા અથવા મૂડ એલોવેટર દવા જે દર્દીઓ લે છે એમને પણ મીથિલીન બ્લુ લેવું સલાહભર્યું નથી. કિડની અને લિવર માટે ની દવા ચાલતી હોય એવા દર્દીઓએ ડોકટરની સલાહ મુજબ મીથિલીન બ્લુ વાપરવુ.

આ દવા લીધા પછી પેશાબ ભૂરો થવાની શક્યતા રહે. કોઈ દર્દીને મોઢામાં તમતમાટ થાય તો આ દવાનું પ્રમાણ અડધું કરવું. તો પણ મોઢું આવી જતું હોય તો આ દવા અડધા પ્રમાણમાં દિવસમાં બે વાર લેવી. દવાથી પેટમાં બળતું હોય તો પણ દવાનું પ્રમાણ અડધું કરવું સલાહભર્યું રહે.

મીથિલીન બ્લુ ઇમ્યુનિટી બુસ્ટીંગ વિશેના અનેક પ્રશ્નો મને પૂછવામાં આવે છે. કદાચ એનો ઉપયોગ કેવી રીતે ભવિષ્યમાં થઈ શકશે એની શક્યતાઓ તપાસવા ની જરૂર છે. અત્યારે મારો અનુભવ રક્ષક તથા ઉપચાર પૂરતો મર્યાદિત છે. મીથિલીન બ્લુ એક ના આના સિવાય અનેક ઉપયોગ થઈ શકશે. રોમાનિયા દેશના છેવાડાના ગામડામાં રોજ મીથિલીન બ્લુ પિવાનો રિવાજ છે. બીજા ઉપયોગો માટેની શક્યતાઓ ચકાસવાની રહેશે. મારુ એવું માનવું છે કે જો આ સસ્તી અને અસરકારક દવાનું અધ્યયન મોટા પાયે થાય, તો આ દવા ‘આ દસકાની દવા’ (Drug of the decade) બની શકશે અને એનો ઘણા દર્દીઓને ફાયદો થશે.

મીથિલીન બ્લુ માટે મારો કોરોના કાળમાં નારો છે:
આધા ચમ્મચ જબાન કે અંદર,
કરો કોરોના કો છૂમંતર.

આ લેખ નો મુખ્ય સંદેશ?

પ્રતિરોધક

મીથિલીન બ્લુ નો નિયમિત વાપર કરીને (જીભ નીચે મુકવાથી) કોરોના સંક્રમણ નો જોખમ ખૂબજ ઘટી જાય છે.

ઉપચારકારક

કોરોનના પ્રાથમિક તબ્બકામા મીથિલીન બ્લુ નેબ્યુલાઇઝર નો ઉપયોગ કરીને, રોગ ને કાબુમાં લઈ શકાય છે અને જીવનને જોખમ ઘટી જાય છે (સારવાર વહેલી તકે શરુ કરવી જોયીયે).

પોસ્ટ કોરોના ફાઇબ્રોસિસ

કોરોના સંક્ર્મણ પછી રોગ કાબુમાં આવ્યા પછી પણ (કોરોના નેગેટિવે દર્દી); ઘણા દર્દીઓને ફેફસામાં ફાઇબ્રોસિસ થાય છે. જે થી ફેફસાની ક્ષમતા ઘટી જાય છે. મેહ્તયલને બ્લુ ના નિયમિત નેબ્યુલાઇઝશન થી, 2 થી 3 મહિનામાં આ દવા 90% જેટલો સુધારો કરે છે.

આ મારા નિદાનવિદ્દ (clinician) તરિકેના નિરીક્ષણો છે. આ સસ્તી અને સારી દવા ને બધાજ પ્રોત્સાહિત કરે અને એનું હજી વધારે સંશોધન થાય તોહ ઘણા દર્દીઓ ને ફાયદો થશે .

ડૉક્ટર દિપક ગોળવલકર

ડૉક્ટર દિપક ગોળવલકર ૪૨ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા સિનિયર પલ્મોનોલોજિસ્ટ (ટીબી અને ફેફસાના નિષ્ણાત) છે. તેમણે ૧૯૭૯ (એમજીએમ મેડિકલ કોલેજ — ઇન્દોર) માં પોસ્ટ ગ્રેડ પૂર્ણ કર્યું. ત્યાં તેમને ભારત ના શ્રેષ્ટ ચેસ્ટ નિષ્ણાત પદ્મશ્રી ડો. બોરડીયા નીચે કામ કરવાની તક મળી

તેમણે અમરગઢ (ગુજરાત) ની ટીબી હોસ્પિટલમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી ટીબી હોસ્પિટલ એ સમય માં હતી. ડૉક્ટર ગોળવલકર 10 વર્ષ ત્યાં સેવા આપી હતી. ત્યાં તેમને ભારતના શ્રેષ્ઠ ચેસ્ટ નિષ્ણાતોના અધ્યયન હેઠળ શીખવાની તક મળી.

આ જ્ જ્ઞાનને ધ્યાનમાં રાખીને, તેની કારકીર્દિ દરમિયાન, તેમણે ફેફસાના રોગો માટે ઘણી કિંમતી અસરકારક અને સધ્ધર સારવારની પહેલ કરી છે, જે શ્વસન સમસ્યાઓ માટે ખૂબ અસરકારક સાબિત થઈ છે. તેઓ ફેફસાના રોગોની સારવાર માટે નેબ્યુલાઇઝ્ડ મીથિલીન બ્લુ ઉપયોગમાં તેમના અગ્રણી કાર્ય માટે જાણીતા છે.

તે હાલમાં ભાવનગરમાં પલ્મોનોલોજિસ્ટ તરિકે પ્રેકટીસ કરે છે. એમને હિન્દુસ્તાની ક્લાસ્સીકેલ મ્યુઝિક નો ખૂંપ શોક છે અને ફ્રી ટાઈમમાં પંડિત શિવ કુમાર શર્મા ના આશીર્વાદથી સંતૂર વગાડે છે. બેડમિંટન રમવું એ એમનો બીજો શોખ છે અને બેડમિંટનની ઘણી સ્પર્ધાઓમાં પણ ભાગ લિધેલો છે. ઈન્ટ્ટર મેડિકલ બેડમિંટનમાં તેઓ ચેમ્પિયન રહી ચુક્યા છે.

--

--

Dr Deepak Golwalkar

Pulmonologist, practicing since 42 years. Pioneer in using Methylene Blue in Nebulised form for lung diseases (since 2001) https://twitter.com/DrGolwalkar